લખાણ પર જાઓ

વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું

વિકિપીડિયામાંથી

ગુજરાતીમાં લખવા માટે તમારે ડાબી બાજુ રહેલ ચક્ર અથવા પાનાંની ઉપર ભાષાઓ પર પર ક્લિક કરી ઇનપુટ ગોઠવણીઓ (Input settings) માં જઇને ગુજરાતી પસંદ કરીને તેમાંથી તમને પસંદ એવી લખવાની પદ્ધતિ ‍(કી-બોર્ડ લેઆઉટ) પસંદ કરવાની રહેશે. આ દરેક લેઆઉટ કે પદ્ધતિ વિશે વિગતે મદદ કેવી રીતે વાપરવું પર ક્લિક કરીને મેળવી શકાશે.

કોઇ પણ લેખમાં ફેરફાર કરવા માટે જ્યારે તમે ફેરફાર કરો ઉપર ક્લિક કરશો ત્યાર પછી, વિન્ડોની નીચે કી-બોર્ડનાં ચિહ્નની સાથે તમે પસંદ કરેલ પદ્ધતિ દેખાશે. Ctrl + M દબાવીને તમે અંગ્રેજીમાં કી-બોર્ડ ફેરવી શકશો. ફરીથી Ctrl + M દબાવતાં ગુજરાતીમાં લખી શકાશે. તેમાં વિવિધ પ્રકારના કી-બોર્ડ અને તેની મદદ આપેલી છે.

લિપ્યંતર પદ્ધતિ લખવા માટે અત્યંત સરળ છે, તેમ છતાંયે તમે તમને ગમતી પદ્ધતિ વાપરી શકશો. ફોનેટિક કી બૉર્ડ પણ વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ રીતે લખી શકાશે. જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવી જોડણી.

દાખલા તરીકે તમારે અમદાવાદ લખવું હોય તો કી બૉર્ડ પર amadaavaada લખવાથી, શાંતિ લખવા માટે shaaMti, ઝરૂખો લખવા માટે Zaruukho અથવા jharookho, કૃષ્ણ લખવા માટે kRSNa અને એ જ રીતે ઋષિ લખવા માટે RSi, યજ્ઞ માટે yajna, ઉંદર માટે uMdara, ઊંટ માટે UMTa અને રુદ્રાક્ષ લખવા માટે rudraaxa અથવા rudraakSa ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.

વધુ માહિતી માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક સરસ લેખ છે, તે વાંચી શકો છો.

લિપ્યંતરણ માટે મદદ

અંગ્રેજી કિબોર્ડનો ઉપયોગ કરીને ગુજરાતી લિપ્યાંતરણ કેવી રીતે કરવું તે અહિં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે. નીચેના કોષ્ટકોમાં અંગ્રેજી મૂળાક્ષરોની સામે ગુજરાતી મૂળાક્ષરો કે સંજ્ઞાઓ આપી છે. જે તે ગુજરાતી અક્ષર કે સંજ્ઞા લખવા માટે તેની સામે રહેલા અંગ્રેજી અક્ષરની કળ (key) વાપરવાથી તે અક્ષર છપાશે. પાનાનાં અંતે અમુક વિશિષ્ટ ઉદાહરણો આપીને સામાન્ય શબ્દો કેવી રીતે ટાઈપ કરવા તે પણ સમજાવ્યું છે. મોટા ભાગના શબ્દોની સમજ આપી હોવા છતાં શક્ય છે કે કાળક્રમે કોઈક શબ્દ ટાઈપ કરવામાં અસ્પષ્ટતા હોય. તેવે સમયે આ પાનાંની ચર્ચાનાં પાને તે પ્રશ્ન પુછવો, સક્રિય સભ્યોમાંથી કોઈક માર્ગદર્શન કરશે.

સ્વર

you typeyou getsign
a
aa
iિ
I
u
U
e
ai
o
au
aMઅં
aHઅઃ
aM^અઁ
E
O
R

વ્યંજન

સ્પર્શ અનુનાસિક અંત:સ્થ ઉષ્માન્
અઘોષ ઘોષ
અલ્પપ્રાણ મહાપ્રાણ અલ્પપ્રાણ મહાપ્રાણ
કંઠ્ય ka khakhə gaɡə ghaɡɦə Gaŋə
તાલવ્ય catʃə Ca/chahə jadʒə jha/zaɦə Yaɲə ya shaʃə
મૂર્ધન્ય Taʈə Thaʈhə Daɖə Dhaɖɦə Naɳə Raɾə Sa
દંત્ય tat̪ə thahə dad̪ə dhaɦə na la sa
ઓષ્ઠ્ય pa fa/phaphə ba bhabɦə ma va/waʋə
કંઠસ્થાનીય haɦə
મૂર્ધન્ય Laɭə
ક્ષxakʃə
જ્ઞjnaɡnə

આંકડા

  • ૧ = 1
  • ૨ = 2
  • ૩ = 3
  • ૪ = 4
  • ૫ = 5
  • ૬ = 6
  • ૭ = 7
  • ૮ = 8
  • ૯ = 9
  • ૦ = 0

વિશેષ ચિહ્નો

અસંધક/અયોજક ખોડાક્ષરોને જોડવા માટે`
ચંદ્રબિંદુ ચંદ્રબિંદુM^
નુક્ત હિંદી કે ઊર્દુ ઉચ્ચાર દર્શાવવાJ
દંડ સંસ્કૃત શ્લોકને અંતે કે હિંદી પૂર્ણવિરામK

ઉદાહરણો

બારાખડી

  • ક્ = k
  • ક = ka
  • કા = kaa or kA
  • કિ = ki
  • કી = kii or kI or kee
  • કુ = ku
  • કૂ = kU or koo
  • કે = ke
  • કૈ = kai
  • કો = ko
  • કૌ = kau
  • કં = kaM or kM
  • કઃ = kaH
  • કૃ = kR
  • કૅ = kE
  • કૉ = kO

અન્ય

આ લખવાઆમ ટાઇપ કરોઆ લખવાઆમ ટાઇપ કરો
OMઋષિRSi
કક્કોkakkoકૃષિkRSi
કીડીkIDI/keeDeeયજ્ઞમંડળyajnamaMDaLa
કૃત્રિમkRtrimaસદ્‌ભાવsad`bhaava
કશ્ચિતkashcitaઉદ્ભવudbhava
કૈંદ્રિકkaiMdrikaઅધ્ધરadhdhara
કર્ણkarNaઉદ્ધવuddhava
પહાડ઼pahaaDaJઅઁબરaM^bara