હુસૈનીવાલા રાષ્ટ્રીય શહીદ સ્મારક
હુસૈનીવાલા રાષ્ટ્રીય શહીદ સ્મારક | |
![]() | |
| 30°59′51″N 74°32′49″E / 30.99750°N 74.54694°E | |
| Location | હુસૈનીવાલા, ફિરોઝપુર જિલ્લો, પંજાબ |
|---|---|
| Designer | પંજાબ સરકાર, ભારત |
| Type | સ્મારક દિવાલ અને પ્રતિમા |
| Material | ઇંટ, મોર્ટાર[lower-alpha ૧], આરસ અને ધાતુ |
| Opening date | ૧૯૬૮ |
| Dedicated to | ભગતસિંહ, શિવરામ હરી રાજગુરુ અને સુખદેવ થાપર |
| Website | www |
હુસૈનીવાલા રાષ્ટ્રીય શહીદ સ્મારક એ ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ની યાદમાં પંજાબના હુસૈનીવાલા ગામે આવેલું એક શહીદ સ્મારક છે. વાઘા-અટારી સરહદ સમારોહની જેમ જ અહીં ભારતીય અને પાકિસ્તાની સશસ્ત્ર દળો દ્વારા સંયુક્ત રીતે દૈનિક ધ્વજ ઉતારવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
શહીદ સ્મારક
[ફેરફાર કરો]આ સ્મારક સતલજ નદીના કાંઠે આવેલા સ્થાનને ચિહ્નિત કરે છે જ્યાં ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભગતસિંહ સાથે કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ ધડાકા કરવામાં સામેલ બટુકેશ્વર દત્તને પણ તેમની અંતિમ ઈચ્છા અનુસાર આ જ સ્થળે અંતિમદાહ આપવામાં આવ્યો હતો.[સંદર્ભ આપો] તેમનું અવસાન ૧૯૬૫માં થયું હતું. ભગતસિંહની માતા વિદ્યાવતીના પણ તેમની અંતિમ ઇચ્છા અનુસાર અહીં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.[સંદર્ભ આપો]
આ સ્મારક ૧૯૬૮માં બનાવવામાં આવ્યું હતું[૧] અને તે ભારત અને પાકિસ્તાનની સરહદથી ૧ કિલોમીટર દૂર ભારતીય બાજુએ આવેલું છે. ભારતના ભાગલા પછી, આ અંતિમવિધિ સ્થળ પાકિસ્તાનનો ભાગ બની ગયું હતું પરંતુ ૧૭ જાન્યુઆરી, ૧૯૬૧ના રોજ તેને સુલેમાંકી હેડવર્કસ (ફઝિલ્કા) નજીકના ૧૨ ગામોના બદલામાં તે ભારતને પરત કરવામાં આવ્યું હતું. સરકારની આ કાર્યવાહી સીપીઆઈના વિદ્યાર્થી સંગઠન એઆઈએસએફના દબાણને કારણે થઈ હતી. એઆઈએસએફ અને એઆઇવાયએફના કાર્યકરોએ હુસૈનીવાલાને પરત લેવા સામૂહિક મેળાવડાઓ અને વિરોધ પ્રદર્શન કર્યા હતા.[૨]
વાર્ષિક મેળો
[ફેરફાર કરો]દર વર્ષે, ૨૩ માર્ચે, સ્મારક ખાતે શહીદી મેળો ઉજવવામાં આવે છે.[૩] સમગ્ર પંજાબ રાજ્યમાં પણ આ દિવસ મનાવવામાં આવે છે.

ધ્વજવંદન સમારોહ
[ફેરફાર કરો]અહીં હુસૈનીવાલા – ગાંડાસિંઘ વાલા સરહદ પર સાંજના સમયે દૈનિક સમારોહ યોજવામાં આવે છે.[૪]
આ પણ જુઓ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]- ↑ રેતી, પાણી અને સિમેન્ટ અથવા ચૂનાનું મિશ્રણ જેનો ઉપયોગ દિવાલો બનાવતી વખતે ઇંટો અથવા પથ્થરોને એકબીજા સાથે જોડવા માટે થાય છે
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Archived copy". મૂળ માંથી 1 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 2011-10-21.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)CS1 maint: archived copy as title (link) Making of a memorial by K. S. Bains - ↑ "Why Indian Sikhs need binoculars for darshan across the border".
- ↑ "Dress and Ornaments". મૂળ માંથી 1 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 29 April 2016.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "District Firozpur website: Retreat Ceremony at Husainiwala". મૂળ માંથી 2018-08-12 પર સંગ્રહિત. મેળવેલ 2021-06-05.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
