નારાયણ સરોવર અભયારણ્ય
| નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય | |
|---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
ચિંકારા હરણ | |
| સ્થળ | લખપત તાલુકો, કચ્છ જિલ્લો, ગુજરાત, ભારત |
| નજીકનું શહેર | ગાંધીધામ |
| અક્ષાંશ-રેખાંશ | 23°37′N 68°41′E / 23.617°N 68.683°E |
| વિસ્તાર | ૪૪૪.૨૩ ચો.કિમી. |
| સ્થાપના | એપ્રિલ, ૧૯૮૧ |
| નિયામક સંસ્થા | ગુજરાત વનવિભાગ |
| www | |

નારાયણ સરોવર અભયારણ્ય ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં હિન્દુઓના યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું[૧] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[૨] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[૩] શ્રેણી હેઠળ આરક્ષીત છે. અહીં પહોંચવા માટે નજીકનું વિમાન મથક અને રેલ્વે સ્ટેશન ભુજ ખાતે ૧૧૫ કિમી અંતરે અને નજીકનું બસ સ્ટેશન દયાપર ૧૫ કિમી અંતરે આવેલું છે.[૪] અહીં મુખ્યત્વે ચિંકારાઓ જોઈ શકાય છે. આ ઉપરાંત બસ્ટાર્ડ (bustard) ની ત્રણે પ્રજાતિ જેમાં ઘોરાડ, Houbara Bustard અને Lesser Florican જોવા મળે છે. રણપ્રદેશનું પક્ષી એવું Black Partridge, ૧૮ પ્રકારની સર્પ પ્રજાતિ અને ૧૮૪ પ્રકારનાં પક્ષીઓ જેમાં ૧૯ પ્રકારનાં raptor પણ અહીં જોવા મળે છે. વનસ્પતિમાં ગોરડ, પીલુ, થોર, ગુગળ, બોરડી અને બાવળ જેવાં ૩ થી ૫ મી. ઊંચા કાંટાળા વૃક્ષો સહીત ૨૫૨ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. આ ઉપરાંત મોટાભાગે ઘાસીયાં મેદાન અને ઝાંખરાઓ આવેલાં છે. આ સરોવર ક્ષેત્રને ૧૯૮૧માં નારાયણ સરોવર અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું છે. આ અભયારણ્યનું ક્ષેત્રફળ ૪૪૪.૨૩ ચો.મી. છે[૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ગુજરાત વનવિભાગ, નારાયણ સરોવર". મૂળ માંથી 2013-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-12.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "આરક્ષીત વિસ્તારોની યાદી". worldwildlife.org. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "નારાયણ સરોવર અભયારણ્ય ની માહિતિ". gujaratforest.gov.in. વનવિભાગ, ગુજરાત સરકાર. ૨૨ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી 2013-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૩.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "નારાયણ સરોવર અભયારણ્ય – કચ્છ જિલ્લો, વન વિભાગ ગુજરાત". મૂળ માંથી 2013-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-12.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "નારાયણ સરોવર અભયારણ્ય – કચ્છ જિલ્લો, વન વિભાગ ગુજરાત". મૂળ માંથી 2013-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-12.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)